અમિતાભ બચ્ચને રૂ. 120 કરોડનો ઇન્કમ ટેક્સ ચૂકવ્યો
અમિતાભ બચ્ચને રૂ. 120 કરોડનો ઇન્કમ ટેક્સ ચૂકવ્યો
Blog Article
બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચને નાણાકીય વર્ષ 2024-25માં અંદાજે રૂ. ૩૫૦ કરોડની આવક મેળવી છે. જેના પર તેમણે રૂ. 120 કરોડ ટેક્સ પેટે ભર્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ, અમિતાભ બચ્ચને 15 માર્ચના રોજ રૂ. 52.50 કરોડના એડવાન્સ ટેક્સનો છેલ્લો હપ્તો ભર્યો છે. ઉલ્લેખનીય છે કે પ્રોફેશનલ્સ માટે 15 માર્ચ વર્તમાન નાણાંકીય વર્ષનો એડવાન્સ ટેક્સ ભરવાની છેલ્લી મુદ્દત હતી. અત્રે ઉલ્લેનીય છે કે, અમિતાભ 82 વર્ષની ઉંમરે પણ ફિલ્મોમાં સક્રિય છે. તેઓ ટીવી શો ઉપરાંત મોડેલીંગ પણ કરે છે. આ સાથે તેણે આ વર્ષમાં પ્રોપર્ટીના પણ અનેક સોદા કર્યા છે. થોડા સમય અગાઉ જ તેમણે મુંબઇના ઓશિવારામાં 83 કરોડ રૂપિયાનો ફલેટ વેચ્યો હતો, જે તેમણે કૃતિ સેનનને રૂ. દસ લાખના માસિક ભાડા પેટે આપ્યો હતો. આ ફ્લેટને તેમણે 2021માં રૂપિયા 31 કરોડમાં ખરીદ્યો હતો. આ ફ્લેટ પર તેમને 168 ટકા નફો મળ્યો હતો.
અમિતાભે આ વર્ષમાં રીઅલ એસ્ટેટ માર્કેટમાં રૂ. 76 કરોડથી વધુનું રોકાણ કર્યાનો અંદાજ છે. તેમણે મુંબઈના બોરીવલી સહિતના વિસ્તારોમાં ફલેટ તથા કમર્શિઅલ પ્રોપર્ટી ખરીદી છે. આ ઉપરાંત તેમણે અયોધ્યામાં દસ હજાર ચોરસ ફૂટ જમીન પણ ખરીદી છે. આ જગ્યા હરીવંશરાય બચ્ચન મેમોરિયલ ટ્રસ્ટ માટે ખરીદવામાં આવી હોવાનું કહેવાય છે.
Report this page